ઓખામંડળના યુવક સિવિલ એન્જિનિયરની ડીગ્રી ફર્સ્ટ ક્લાસમાં પ્રાપ્ત કરી

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ ક્ષત્રિય વાઘેર સમાજના ગૌરવ એવા યુવકે મારવાડી યુનિવર્સિટી-કોલેજમાં રાજકોટ સિવિલ એન્જિનિયરની ડીગ્રી ફર્સ્ટ ક્લાસ નંબરે પાસ કરેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ટાટા હોસ્પિટલમાં ફરજ બજાવતા કાયાભા માણેકના પુત્ર પાર્થ કાયાભા માણેક દ્વારા મારવાડી રાજકોટ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરની ડીગ્રી ફર્સ્ટ ક્લાસમાં પ્રાપ્ત કરીને ઓખામંડળ ક્ષત્રિય વાઘેર સમાજનુ નામ રોશન કરેલ છે.