ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

86 બોટલ રક્ત એકત્ર થયું

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગાયત્રી ગરબા મંડળ તથા રઘુવંશી મહિલા મંડળ અને શિવમ ગ્રુપના સહયોગથી તાજેતરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના સદગૃહસ્થ સ્વ. રામભા ખીમભા બાબરીયાની પુણ્યતિથિ નિમિત્તે પંકજભાઈ બાબરીયા પરીવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં કુલ 86 બોટલ રક્ત એકત્ર થયું હતું.

આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, યોગેશભાઈ મોટાણી, પંકજભાઈ બાબરીયા, ભરતભાઈ છગ, કૌશિકભાઈ બારાઈ, અખિલેશ મોદી સાથે ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગ, રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ જેમીનીબેન મોટાણી, અલકાબેન મોદી, કિરણબેન મજીઠીયા, ડો. શિલ્પાબેન ઠક્કર, ભાવિશાબેન પંચમતિયા, કિંજલબેન સાયાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ રક્તદાન કેમ્પમાં પ્રોજેક્ટ ચેરમેન ડો. અમિત નકુમ તથા ડો. પિયુષ કણજારીયાએ ઉપસ્થિત રહી, જરૂરી સેવાઓ આપી હતી. રક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરી, તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.