ભાણવડ નજીક ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઈંધણ કાઢી લેવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા : ભાણવડથી આશરે વીસ કિલોમીટર દૂર મોરઝરથી ચોખંડા તરફ જતા માર્ગે આવેલી એક હોટલ પાસેથી જી.જે. 03 એ.ડબલ્યુ. 4317 નંબરના એક ટેન્કરના ચાલક અને વિજય પેટ્રોલ પંપમાં છેલ્લા આશરે ત્રણ દાયકાથી ફરજ બજાવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રભાતસિંહ દાદભા ચુડાસમા નામના શખ્સ દ્વારા યેનકેન પ્રકારે ટેન્કરના વાલ્વની પેટીની તાળાની ચાવી ડુપ્લીકેટ બનાવી, ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ મિત લખમણભાઈ મારુ અને હિરેન લખમણભાઈ મારુ નામના અન્ય બે શખ્સોની મદદગારી મેળવીને ડુપ્લિકેટ ચાવી વડે ટેન્કરમાંથી 40 લીટર પેટ્રોલ તથા 40 લિટર ડિઝલનો જથ્થો કાઢી લેવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું
છે.

જે સંદર્ભે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહીશ વૃજલાલ ઉર્ફે શાંતિલાલ ગોરધનભાઈ ચાંગેલાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 408, 462 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.