દ્વારકાનો તરુણ સ્પેશિયલ ખેલમહાકુંભની દોડ સ્પર્ધામાં ઝળક્યો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાનો રહેવાસી મિલન વી. ઠાકર સ્પેશિયલ ખેલમહાકુંભમાં ઝળક્યો હતો.

ગત તા. 2ના રોજ ખંભાળિયા અગત્સ્ય ઈન્ટરનેશનલ સ્કુલના મેદાન પર શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓના જીલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દ્વારકાના મિલન વેલજીભાઈ ઠાકરે એમના એઈજ ગૃપ 16થી 25મા રમતા 100 મીટર દોડમાં જીલ્લામા ત્રીજા ક્રમે રહી દ્વારકાને ગૌરવ અપાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મિલનની આ સિદ્ધિમાં દ્વારકાના સ્પોર્ટસ મેન ચેતનભાઈ જીંદાણીનું બહુમૂલ્ય યોગદાન રહ્યુ છે. મિલન નિયમિત ચેતનભાઈ જીંદાણી દ્વારા ચાલતા ભડકેશ્વર યોગ ગ્રુપમાં ફિટનેસ સાથે સ્પોર્ટસની તાલીમ મેળવી છે.