જામરાવલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ મુકામે જામરાવલ નગરપાલિકા ખાતે દરબારગઢમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાવલ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ જાદવ અને કારોબારી અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સેવા સેતુ કાર્યક્રમનું શ્રીગણેશ કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જાતિના દાખલા, વેકસીન, બેન્ક, આરોગ્ય સેવા, અન્ય સરકારી સહાય માટે ફોર્મ ભરાયા હતા. તેમજ સરકારી યોજનાનો લાભ રાવલ ગામની આજુબાજુ વિસ્તારના લોકોએ લીધો હતો.

જો કે કામગીરી ઓફલાઇન હોવાથી અને ઉનાળાના આકરા તાપમાં કાળઝાળ ગરમીને કારણે લોકોનો ઘસારો ઓછો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાવલ પાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.