ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતા સુભાષ ઉર્ફે સુભો લાલજી જાડેજા નામના 19 વર્ષના શખ્સને પોલીસે અહીંના નગર ગેઈટ વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. 10 કે. 7936 નંબરના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી.એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.