દ્વારકામાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની ભવ્ય ઉજવણી

ઝુલુસ નીકાળવામાં આવ્યું : એકબીજાને ગળે મળીને મુબારક બાદી પાઠવાઈ

દેવભૂમિ દ્વારકા : આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ નીકાળવામાં આવ્યું હતું. તેમજ એકબીજાને ગળે મળીને મુબારક બાદી પાઠવાઈ હતી.

દ્વારકા જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)ની નમાજ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવી, એકબીજાને ગળે મળીને ઈદની ઉજાવણી કરી હતી. તીર્થનગરી દ્વારકામાં નમાજ પઢવા મોટા પ્રમાણમાં મુસ્લિમોએ એકત્ર થઇ ઝુલુસ રૂપે નીકળી નમાજ પઢી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈદના તહેવારની ઉજવણી શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી.