ખંભાળિયામાં યોજાનાર જિલ્લા કક્ષાનો ભરતી મેળો મોકૂફ

દ્વારકા : આવતીકાલે તા. 5ના રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાના ભરતી મેળો અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખેલ છે.

આવતીકાલે તા. 5ના જિલ્લા કક્ષાના ભરતી મેળાનો કાર્યક્રમ ટાઉનહોલ, પોરબંદર રોડ, જામ ખંભાળિયા ખાતે કરવામાં આવેલ હતો. આ જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળા કાર્યક્રમ અનિવાર્ય સંજોગોનાં કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે. જીલ્લા કક્ષાના ભરતીમેળા કાર્યક્રમનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ, સમય અને સ્થળ નવેસરથી જાહેર કરવામાં આવશે.