આરંભડા તથા દ્વારકામાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર કૂટતા દાઉદ ઈબ્રાહીમ ઈસાણી, સોહીલ મહમદહનીફ રાઠોડ, આરીફ જુનેશ સિંધી, હનીફ ઈસ્માઈલ બોલીમ, મામદ અબ્બાસ ઘાવડા અને સમીર સાલેમામદ સોઢા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,150 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય દરોડામાં દ્વારકા પોલીસે નવા ગોમતીઘાટ પાસેથી ગંજીપાના વડે પૈસાની હાર-જીતની કરતા રાકેશ રામજી રાઠોડ, સંજય રામજી મકવાણા અને ગીગા ભના પરમાર નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂ. 1,840 નો મુદ્દામાલ કબજે કર્યો છે.