આર.એસ.પી.એલ. કંપની દ્વારા કુરંગા ખાતે વિદ્યાર્થીઓ માટે નેત્રયજ્ઞ યોજાયો

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આંખોની તપાસણી કરાઇ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના કુરંગા ગામ સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ – “ રોશની “ અંતર્ગત કુરંગા વિસ્તારની સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે આંખોની તપાસ માટે વિનામૂલ્યે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત આજરોજ બુધવારે ખીમાભાઈ કે. કણજારીયા સંચાલિત ભાટિયા તાલુકા શાળા ખાતે દિપ પ્રાગટ્ય કરી, આ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ટી.પી.ઈ.ઓ. જિજ્ઞાબેન , ઘડી કંપનીના પ્રોસેસ વિભાગના હેડ સુનિલ બુધ,ભાટિયા તાલુકા શાળાના આચાર્ય મશરીભાઈ ચાવડા સાથે ડો. પંપાણિયા તેમજ આર.એસ.પી.એલ. (ધડી) કંપનીના રવિન્દ્ર સાહુની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીઓની આંખોની તપાસણી સાથે નિઃશુલ્ક કેમ્પ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં શાળાના અધિકારીઓએ તથા શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ, આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા કરવામાં આવેલી આ પહેલને બિરદાવીને અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.