કલ્યાણપુર નજીક કારની અડફેટે મહિલાનું કરૂણ મોત

જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર લીંબડી હાઈ-વે પર પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 18 બી.જે. 9400 નંબરની ક્રેટા કારના ચાલકે આ માર્ગ પર ચાલીને જઇ રહેલા સમજુબેન ગામી નામના એક કડવા પટેલ મહિલાને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકાના રહીશ દિલીપભાઈ બચુભાઈ ગામી (ઉ.વ. 57) ની ફરિયાદ પરથી તેમના ભાભી સમજુબેનનું મોત નીપજાવવા સબબ કલ્યાણપુર પોલીસે ક્રેટા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ), 337, 338 તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.