દ્વારકામાં ટાંકામાં ફસાયેલા ગૌવંશને રેસ્ક્યુ કરી જીવતદાન આપતી ફાયર ટીમ

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ટાંકામાં ફસાયેલા ગૌવંશને રેસ્ક્યુ કરી જીવતદાન આપવામાં આવ્યું હતું.

ગઈકાલે તા. 5/5/2022 નાં રોજ સવારે નંરસગ ટેકરી નજીક એક પાણી ભરેલા ટાંકામાં એક ખુંટીયો પડી જતાં રેસ્કયુ કરી જીવીત બહાર કાઢવામાં આવેલ હતો. ફાયર રેસ્કયુ ટીમ, દ્વારકા નગરપાલિકા એ આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ હતી.