ખંભાળિયા અને મીઠાપુરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત નવ ઝડપાયા

જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા રમેશભાઈ મૂળજીભાઈ વાઢેર નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, અને પોતાના ઘરમાં જુગારીઓને જુગાર માટેની સુવિધાઓ પુરી પાડી, ચલાવતા અખાડા પર પોલીસે જુગાર દરોડો પાડયો હતો.

આ દરોડામાં પોલીસે આરતીબેન ઊર્ફે મનિષાબેન મહેશભાઈ થાનકી, નીતાબેન કમલેશગીરી દેવગીરી ગોસ્વામી, સુનિતાબેન સુરેશભાઈ હીરાભાઈ સોનગરા અને રીટાબેન ભરતભાઈ ઠક્કર નામના ચાર મહિલાઓ સહિત પાંચેયને ઝડપી લીધા હતા. આ દરોડામાં પોલીસે કુલ રૂપિયા 18,600 નો મુદ્દામાલ કબજે કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય એક દરોડો મીઠાપુર પોલીસે કાંકરી ગેટઈ વિસ્તારમાં પાડયો હતો. આ સ્થળે એક હોટલની પાછળના ભાગે બેસીને તીનપતીનો જુગાર રમી રહેલા સુમરાભા ડાડાભા નાયાણી, નિલેશ મનસુખભાઈ પંચમતિયા, હરીશ ફકીરભાઈ સલેટ અને સબીર ઉમરભાઈ ચાવડા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 5,380/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.