ખંભાળિયામાં મંગળવારથી બે દિવસ સમર સ્પેશિયલ એક્ઝિબિશન

નારી શક્તિ ગ્રુપ દ્વારા મહિલાલક્ષી આયોજન

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા નારી શક્તિ ગ્રુપના ઉપક્રમે આગામી મંગળવાર તારીખ 10 તથા બુધવાર તા. 11ના રોજ લગ્નસરાની મોસમ તથા ઉનાળાની ઋતુને અનુલક્ષીને વેડિંગ એન્ડ સમર સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા આ એક્ઝિબિશનમાં વર્તમાન સમયને અનુલક્ષીને ફેશન, સ્ટાઈલ, ગૃહ શણગાર તથા લક્ઝરીની બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા મહિલા લક્ષી આ ખાસ એક્ઝિબિશનનો લાભ લેવા નારી શક્તિ ગ્રુપના મુખ્ય આયોજક ચંદાબેન મોદી તથા નિકીતાબેન મજીઠીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.