મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ..

આજે વર્લ્ડ મધર્સ ડે નિમિત્તે જાણો.. માતા અંગે વિદેશી કહેવતો અને અવતરણો

વિવિધ ભાષામાં માંને લગતી કહેવતો

1. સ્ત્રી અબળા હોઈ શકે માતા નહીં – કોરિયન કહેવત

2. જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. – ગુજરાતી કહેવત

3. માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે. – મોઝેમ્બિલ કહેવત

4. વાછરડાને એની માતાનાં શિંગડાંની વળી બીક શાની ? – આફ્રિકન કહેવત

5. આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક માતા પાસે એ હોય છે. – ચાઈનીસ કહેવત

6. ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા. – અમેરિકન કહેવત

7. વસંતમાં હળવેકથી ચાલો, પૃથ્વી માતા સગર્ભા છે. – નેટિવ અમેરિકન કહેવત

8. પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત… – કુરદીશ કહેવત

9. દરેક કાગડો પોતાની માની નજરે હંસ હોય છે. – યુરોપિયન કહેવત

10. ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે. – સુદાની કહેવત

11. માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ. –સ્પેનીશ કહેવત

12. પિતા વગર અડધા અનાથ, માતા વગર પૂરા અનાથ. – સાઈબિરિયન કહેવત

13. એક માતા જેટલી સહેલાઈથી સાત બાળકોને ખવડાવી શકે છે, એટલી સહેલાઈથી સાત બાળકો એક માતાને ખવડાવી શકે ? – ફ્રેંચ કહેવત

14. પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. – જાપાનીસ કહેવત

15. બચકું ભરતાં બાળકને તો ફક્ત એની મા જ ઊંચકે. – નાઈજીરિયન કહેવત

16. ઘર ખરીદતી વખતે પાયો ચકાસો અને પત્ની પસંદ કરતી વખતે એની માતાને જુઓ. – ચાઈનીસ કહેવત

17. માં તે માં, બીજા બધા વગડાના વા. – ગુજરાતી કહેવત

માતા વિષે જાણવા જેવા અવતરણો

1. “ હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્યથી સંતનો દરજ્જો આપે છે. “ – જેમ્સ ફેંટન

2. “ શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃ જન્મ છે કારણ કે આ પહેલા તે માત્ર ‘સ્ત્રી ‘હતી…! ‘માતા’ એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.” – રજનીશ ઓશો

3. “ શહેરી માતા બાળકને સતત ‘ડીલીવર’ કરે છે …! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા જીવન પર્યંત …!” – પીટર દ વ્રાઈસ

4. “ જગતમાં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. …!” – એક ચીની કહેવત

5. જ્યારે એક રોટલીના ચાર ટૂક્ડા હોય અને ખાવાવાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા …! – ટેનેવા જોર્ડન

6. શીતળતા પામવાને, માનવી તું દોટ કાં મુકે?
જે માની ગોદમાં છે, તે હિમાલયમાં નથી હોતી. – અજ્ઞાત

7. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર