બરડીયામાં ચંદ્રભાગા માતાજીના પાટોત્સવની ઉજવણી

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બરડીયામાં ચંદ્રભાગા માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ગત તા. 7ના રોજ કુલાંબા ચંદ્રભાગા માતાજીના પાટોત્સવની ઉજવણી નિમિત્તે બરડિયા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાજીની અભિષેક પુજા, શ્રૃંગાર પુજા, પુષ્પ શૃંગાર દર્શન, આરતી દર્શન તેમજ ગુગગુળી જ્ઞાતિ સમસ્તના મહાપ઼સાદનું આયોજન વાયડા કુટુંબ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાયડા કુટુંબના પ્રમુખ તથા સમસ્ત ટ્રસ્ટીગણે જહેમત ઉઠાવી હતી.