દ્વારકામાં ક્રિકેટ મેચ પર જુગાર અંગે બે સ્થળોએ કાર્યવાહી: ચાર શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયા : દ્વારકાના જલારામ મંદિર વિસ્તારમાં આવેલી એક દુકાન પાસેથી પોલીસે ગતરાત્રે આઈ.પી.એલ.ની લાઈવ ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો ખેલતા દિલીપ જેન્તીલાલ બથીયા અને ચંદ્રેશ શુક્લભા માણેક નામના બે શખ્સોને ક્રિકેટના સટ્ટાના સાહિત્ય સહીત કુલ રૂપિયા 12,700/- ના મુદામાલ સાથે ઝડપી લઈ, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય એક દરોડામાં દ્વારકા પોલીસે ગતરાત્રે મશરૂ હોટલ સામે રોડ પર આઈ.પી.એલ.ની લાઈવ ક્રિકેટ મેચ પર રનફેર નો સટ્ટો રમી રહેલા હનીફ ઈબ્રાહીમ કાઠ, ભાવિક રાજેશ બારાઈ, લાખા સીદા ગઢવી અને વિજય ખીમજી બથીયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, રૂ. 11,550/- નો મુદામાલ કબજે કર્યો હતો.