દ્વારકામાં ભાજપના અગ્રણી નેતાઓનું સન્માન કરાયું

દ્વારકા : દ્વારકામાં ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા અગ્રણી નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સહ સંગઠનના મહામંત્રી શિવપ્રકાશભાઈ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, કચ્છના સાંસદ તથા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડાનું બેટ જેટી ખાતે સહદેવસિંહ પબુભા માણેક દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ દેવભૂમિ દ્વારકા જીલ્લાના મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખ, ઓખા શહેર સંગઠનના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.