જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં દ્વારકાનો તરુણ વિજેતા

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ચેસની સ્પર્ધામાં હાર્દ મજીઠીયા વિજેતા જાહેર થયો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નવચેતન ગર્લ્સ સ્કૂલ ખાતે યોજાયલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ચેસની પ્રતિયોગિતામાં 17 વર્ષથી નીચેના ગ્રુપમાં પહેલો નંબર મેળવીને હાર્દ હિમાંશુ મજીઠીયાએ દ્વારકાનું ગૌરવ વધાર્યું છે.