રૂપેણ બંદર ખાતે માછીમારી બોટમાંથી GPS મશીન તથા મોબાઈલ ચોરી કરનાર બે ઝડપાયા

દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ દ્વારા કાર્યવાહી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર ખાતે માછીમારી બોટમાંથી જી.પી.એસ. મશીન તથા મોબાઈલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 9ના રોજ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી સ્ટાફ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ કે, દ્વારકા પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુન્હાના ચોરી કરનાર બે ઈસમો મુદામાલ સાથે હાલ જોડીયાપીરની દરગાહ પાસે હાજર છે અને બન્નેના નામ ફારૂક છે. જેથી, મળેલ બાતમી આધારે તુરત જ તે જગ્યાએ આવી તપાસતા આ ઈસમો ઉભેલ હતી. જેથી, કાયદેસરની કાર્યવાહી કરી માછીમારો ફારૂકભાઈ ઓસમાણભાઈ મંગાભાઈ ચૌહાણ પાસેથી બ્લુ કલરનો વિવો કંપનીનો મોબાઈલ તથા ફારૂકભાઈ સુલેમાનભાઈ મામદભાઈ થૈમ પાસેથી કાળા કલરનું G.P.S મશીન મળી આવેલ તપાસ અર્થે કબ્જે કર્યા હતા.

પોલીસે બંને ઈસમોની આગવી ઢબે, યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા આરોપીઓએ ગુન્હો કર્યાની કબૂલાત આપેલ હતી. જેથી, બંને ઇસમોને કોરોના મહામારીને કારણે કોરોના ટેસ્ટ થયા બાદ જ અટક કરી શકાય તેમ હોવાથી આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર પી. સી. સીંગરખીયા તથા આસી. સબ ઈન્સ. અશોકભાઇ સવાણી, હરદેવસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ માડમ, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, પોલીસ કોન્સ. જીવાભાઈ ગોજીયા, પ્રવિણભાઈ મથ્થર, સુનીલભા માણેક, કરણકુમાર સોંદરવા વિગેરે જોડાયેલ હતા.