ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડો. સાગર ભૂતનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. સાગર ભૂત આજે જન્મદિવસ છે. તબીબી વ્યવસાય સાથે નિયમિત વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવા ઉપરાંત તેઓ સામાજીક સેવા કાર્યોમાં પણ સક્રિય રહે છે. આજના દિવસે ડોક્ટર સાગર ભૂત દ્વારા જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર સહિતની સેવાઓ પણ કરવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન ડો. સાગર ભૂતની સેવા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી. અહીંના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રને પોતાનો વ્યવસાય ગણવાને બદલે સેવાનું માધ્યમ ગણાવનારા ડો. સાગર ભૂતને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.