દ્વારકા જિલ્લાના કલાકારો ઓળખપત્ર મેળવવા અરજી કરી શકશે

દ્વારકા : જિલ્લામાં કલા ક્ષેત્રે સંકળાયેલા નાટક, નૃત્ય, ગાયન, વાદન, કત પુતળી, છબીકલા, લોકકલા, શિલ્પ, ગ્રાફિક્સ તેમજ લોક શ્રેણીની પારંપારીક અને વારસાગત કલા ક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેમણે કલા ક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન આપેલ હોઇ, તેઓ માટે સરકારના માપદંડ પ્રમાણેની લાયકાત ધરાવતા કલાકારોને ઓળખકાર્ડ આપવામાં આવનાર હોઇ, જેના માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ખંભાળીયા ખાતેથી તા.૨૦/૦૫/૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ ફી પેટે રૂપિયા ૧૦ (દસ) ભરીને અરજી ફોર્મ મેળવી અને જરૂરી આધાર પુરાવા સાથે જમા કરાવવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી (મો.૯૬૬૪૮૫૧૯૧૪,૯૯૦૯૧૮૦૦૫૭) નો સંપર્ક કરવો. તેમ જિલ્‍લા રમત ગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.