મરીન તાલીમનું બનાવટી સર્ટીફિકેટ બનાવતી ગેંગને ઝડપી પાડતી દ્વારકા એસ.ઓ.જી.

28 લોકોએ બનાડાવ્યા સર્ટીફીકેટ બનાવ્યા હોવાનું તથા રૂ. 22 હજારથી 80 હજાર પડાવાતા હોવાનું ખુલ્યું

દ્વારકા : દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ દ્વારા ભારતભરમાં અલગ અલગ મરીન તાલીમ આપતી ઈન્સ્ટીટ્યુટના નામે તાલીમ, ડીગ્રીનું બનાવટી સર્ટીફિકેટ બનાવતી ગેંગને પકડી પાડવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.ટીમને ખાનગીરાહે બાતમી હક્તિ મળેલ કે, જિલ્લા ખાતે ચાલતી બોટ, ટગ, બાર્જમાં ઉંચા પગારેથી નોકરીએ રહેવા માટે અમુક માણસો પોતાનું કમીશન વસુલી ફર્સ્ટ/સેકન્ડ માસ્ટર, એન્જીન ડ્રાઈવર માટેના અલગ અલગ ઈન્સ્ટીટ્યુટના બનાવટી સર્ટીફીકેટ બનાવે છે અને સર્ટીફીકેટ બનાવવા ઈચ્છતા ઈસમો પાસેથી મોટી રકમ પડાવે છે. તેમ હકીકત મળતા તારીખ 29/12/2021ના જામખંભાળીયા, રામ કૃપા હોટલની સામેથી જુમાભાઈ જુસબભાઈ મુંડરાઈને કુલ 13 સર્ટીફીકેટ સાથે પકડી પાડેલ અને કબ્જે કરેલ સર્ટીફીકેટની ખરાઈ કરાવવા સારૂ પોલીસ ટીમે જહેમત ઉઠાવી કબ્જે લીધેલ તમામ 13 સર્ટીફીકેટ બનાવટી હોવાનું જણાયેલ હતું.

આ મળી આવેલ સર્ટીફીકેટ બનાવટી હોય. જેથી, બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ઈસમો જુમાભાઈ જુસબભાઈ મુંડરાઈ, અબ્દુલભાઈ આદમભાઈ મુંડરાઈ, અસગરભાઈ કાસમભાઈ ચગડા, અસરફભાઈ અબ્બાસભાઈ સુરાણી અને અમિતભાઈ વિરૂધ્ધ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ, જે આગળની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક ચલાવે છે.

આ કામની તપાસ દરમ્યાન અલગ અલગ ઈન્સ્ટીટયુટમાં બનાવટી સર્ટી બનાવવાના કારણની તપાસ કરતા ઈસમોએ ખાનગી કંપનીઓની બોટ/બાર્જ/ટગમાં તથા મરીન ઈન્ટરસેપ્ટર બોટમાં ફર્સ્ટ/સેકન્ડ માસ્ટર, ફર્સ્ટ/સેકન્ડ એન્જીન ડ્રાઈવર તરીકે નોકરી કરવા તથા ઉંચા પગાર મળે તે સારૂ સર્ટીફિકેટ બનાવતા હોવાની હકીકત ધ્યાને આવેલ છે.

આ બાબતે ઉંડાણપૂર્વકની તપાસ કરતા અલગ અલગ રાજયની અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં દેવભૂમિ દ્વારકા 3 (ઓખા-2, સલાયા-1), પોરબંદર-6, જામનગર-13, જાફરાબાદ-4, સુરત-2 મળી કુલ 28 વ્યક્તિઓએ બનાવટી સર્ટીફીકેટ બનાવેલ છે અને અલગ અલગ બોટ/ટગ/બાર્જમાં નોકરી કરવા સારૂ બનાવટી સર્ટીફીકેટ આ ગુન્હાના મુખ્ય આરોપી અમિતકુમાર (રહે. પટના, બિહાર)વાળા મારફતે બનાવેલ છે. જેના બદલે એક સર્ટીફીકેટના રૂ. 22,500થી લઈને રૂ. 80,000 સુધીના નાણાની ચુકવણી બેંક મારફતે કરવામાં આવેલ છે.

તપાસ દરમ્યાન આ ગુન્હાના મુખ્ય આરોપી અમિતકુમારે પોતાના અંગત ફાયદા માટે સંખ્યાબંધ બનાવટી સર્ટીફીકેટ બનાવી આપેલ હોવાની શક્યતાને નકારી શકાય તેમ ન હોય. જેથી, તે બાબતે વધુ તપાસ થવા તથા અલગ અલગ ઈન્સ્ટીટ્યુટ ખાતે જાણ થવા નાયબ પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષાની કચેરી, ગાંધીનગરની મદદ લેવામાં આવેલ છે.

આ બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ગેંગને પકડી પાડવાથી બનાવટી મરીન ફર્સ્ટ/સેકન્ડ માસ્ટરના સર્ટીફીકેટ આધારે બોટ/ટગ/શીપમાં માસ્ટર તરીકે સોપવમાં આવતી મહત્વની ફરજને ધ્યાને લેતા, જે વ્યક્તિએ તાલીમ લીધેલ જ ન હોય તેમજ કોર્ષ કરેલ જ ન હોય. જેથી, માસ્ટરની ફરજથી અજાણ હોય. તેથી, દરિયાઈ સફર દરમ્યાન બોટ/ટગ/શીપમાં સવાર માણસોની જિંદગી જોખમાય તેમજ બોટ/ટગ/શીપમાં લાદવામાં આવતા કિંમતી માલને નુકશાની તથા દરિયાઈ અકસ્માત થતા અટકાવવામાં અસરકારક છે તેમજ જેમણે ખરેખર મરીન ફર્સ્ટાસેકન્ડ માસ્ટર તરીકેની તાલીમ મેળવી, કોર્ષ કરેલ હોય તેવા વ્યક્તિઓની નોકરી જગ્યાઓએ ખોટા મરીન સેકન્ડ માસ્ટરના સર્ટી બનાવનાર નોકરી મેળવી લે, તેવી શક્યતાને નકારી શકાય તેમ ન હોય બનાવટી સર્ટીફિકેટ બનાવનાર ઈસમોને પકડી પાડવાથી શિક્ષીત બેકારી ઘટશે.

આ કાર્યવાહીમાં નિધિ ઠાકુર, જે. એમ. પટેલ, પોલીસ ઈન્સપેકટર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી.સીંગરખીયા, સી.એચ.મકવાણા, પો.સ.ઈ., ભાટીયા આ.પો. તથા એસ.ઓ.જી.ટીમ, કલ્યાણપુર/ખંભાળીયા સહિતના જોડાયેલા છે.