ભાણવડમાં ફલકુ નદીના પુલ પરથી માંડવી ભરેલ ટ્રકે પલ્ટી મારી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ફલકુ નદીના પુલ પરથી માંડવી ભરેલ ટ્રકે પલ્ટી મારી હોવાનું જણાવ્યું છે.

દ્વારકાના ભાણવડમાં ડાયવર્જન કરેલ ફલકુ નદીના પુલ પરથી માંડવી ભરેલ ટ્રક નીચે ખાબક્યો હતો. મુખ્ય માર્ગ પર કામ ચાલુ હોય, વાહનોના અવરજવર માટેના ડાયવર્જન રૂટ પરથી ટ્રક પાણીમાં ખાબક્યો હતો. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.