ભાણવડની સરકારી કન્યા શાળામાં યોજાયો ટેલેન્ટ ડે મહોત્સવ

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે પ્રાથમિક સરકારી કન્યા શાળામાં શિક્ષણ સાથે જ આંતર શક્તિઓના વિકાસ અર્થે પ્રથમ હરોળની અભૂતપૂર્વ કામગીરી હાથ ધરતો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો.

ભાણવડ વિસ્તારના સરકારી શિક્ષણ માધ્યમમાં ઉમદા કામગીરી દ્વારા સમર્પણ દાખવનાર સરકારી પ્રાથમિક કન્યા શાળાના પ્રિન્સિપાલ શંકરસિંહ બારૈયા દ્વારા શાળામાં શૂન્યમાંથી સર્જન કરાયું હતું. તેમના દ્વારા સરકારી કન્યા શાળાને આયોજનપૂર્વક હેતુલક્ષી કામગીરી દ્વારા વિસ્તારમાં અવ્વલ કક્ષાએ પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરાયું હતું. સાથે જ શિક્ષણ અને આંતરિક કળાને સમાંતર અવકાશ આપવાની પદ્ધતિને લીધે વિસ્તારના બાળકોને શિક્ષણ સહિત આંતરશક્તિઓને ખીલવવાની તકો પ્રાપ્ત થઈ રહી છે.

ત્યારે સરકારી શાળામાં ટેલેન્ટ ડે ઉજવણી દ્વારા વાર્ષિક મહોત્સવનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાનગી શાળા સંચાલક વિરુભાઈ આહીર દ્વારા શિક્ષણ અને સંસ્કારોનો સમન્વય તેમજ શિક્ષકોએ પણ વ્યસનમુક્ત થવા ગંભીર થવા અંગે સંવાદ કર્યો હતો.