આવતીકાલે ખંભાળિયા રેલવે સ્ટેશન ખાતે યાત્રી સુવિધાઓના કામોનું લોકાર્પણ કરાશે

દ્વારકા : આવતીકાલે તા. 12મી મેના રોજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખંભાળિયા રેલવે સ્ટેશન ખાતે વિવિધ યાત્રી સુવિધાઓના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળિયા રેલવે સ્ટેશન પર મુસાફરોની વિવિધ સુવિધાઓનું કામ જેમ કે પ્લેટફોર્મ નં 2 પર નવી બનેલી પેસેન્જર લિફ્ટ, પ્લેટફોર્મ નં 1 પર નવો બનેલો કવર શેડ, પ્લેટફોર્મ નં 1 અને 2 પર નવા બનેલા 6 વાટર ફાઉંટેન અને ખંભાળિયા યાર્ડમાં નવનિર્મિત લિમિટેડ હાઇટ સબવે નંબર 234નું લોકાર્પણ ગુરુવાર, 12મી મે, 2022ના રોજ સવારે 11.00 કલાકે ખંભાળિયા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવશે.