દ્વારકાના શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ

 

દ્વારકા : દ્વારકા તાલુકાના શિક્ષકને તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

દ્વારકા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રભાઈ સોલંકી એ સંત મોરારીબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ તલગાજરડા મુકામે મેળવેલ છે. અને દ્વારકા તાલુકાનું અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓ જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે અને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂકેલ છે.