વિવિધ સ્થળોએ દેશી દારૂના દરોડા પાડતી દ્વારકા પોલીસ

કુલ કી.રૂ. ૧૬,૦૬૦નો મુદ્દામાલ કબ્જે

દ્વારકા : દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન વીસ્તારમા અલગ-અલગ જગ્યાએ પ્રોહીબિશન અંગેના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પોલીસે કુલ કી.રૂ. ૧૬,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દેવભૂમિ દ્વારકા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમા હોય, તે દરમ્યાન અલગ-અલગ વીસ્તારમાથી દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો કાચો આથો તથા દેશી દારૂ બનાવવાના સાધનો, જેમા ટોટલ દેશી દારૂ લી. ૨૬૨ (કી.રૂ. ૫૨૪૦)નો તથા દેશી દારૂ બનાવવાનો કાચો આથો લી. ૧,૭૧૦ (કી.રૂ. ૩૪૨૦)નો તથા દારૂ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સાધનોની કી.રૂ. ૭,૪૦૦ એમ કુલ કી.રૂ. ૧૬,૦૬૦નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે.

આ કેસોમાં પોલીસે આરોપીઓ વરજાગભા જેઠાભા બથીયા અને દીલીપભાઇ રમેશભાઇ ધરસંડાની અટક કરી છે. તેમજ હાજર નહી મળી આવેલ આરોપીઓ લગ્ધીરભા દેવુભા માણેક, શીવુભા ઉકેળાભા માણેક અને ગોપાલભા ધનાભા ભગાડને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર પી. એ. પરમાર, પો.હેડ કોન્સ નરેશભાઇ જેઠાભાઇ ગોજીયા, પો.હેડ.કોન્સ કુલદીપસીહ વનરાજસીહ જાડેજા, પો હેડ.કોન્સ મહીરાજદાન મનહરદાન ગઢવી, પો હેડ કોન્સ રવીરાજસીહ ચંન્દ્રસીંહ જાડેજા, પો કોન્સ ભાવેશભાઇ ધુરજીભાઇ ગામીત, પો કોન્સ મશરીભાઈ કાનાભાઈ છુછર, પો.કોન્સ રવીભાઇ હરીયાભાઇ નાગેશ અને પો.કોન્સ ઉમેદસંગ ખુમાનસીહ પરમાર જોડાયેલા છે.