અકસ્માતે કૂવામાં પડી ગયેલા મોડપરના મહિલાના મૃત્યુ

 

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતા બબીબેન બાબુભાઈ સોલંકી નામના 40 વર્ષીય મહિલા પોતાની વાડીએ કૂવામાં પાણીની પરિસ્થિતિ જોવા માટે ગયા હતા, તે દરમિયાન તેમનો પગ લપસી જતાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ બાબુભાઈ દાનાભાઈ સોલંકીએ ભાણવડ પોલીસને કરી છે.