બેટદ્વારકા મંદિરની મુલાકાત લેતા ભાજપના નેતાઓ

 

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બેટદ્વારકામાં દ્વારકાધીશ મંદિરની ભાજપના નેતાઓએ મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટદ્વારકા પ્રવાસે આવેલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સહ સંગઠનના મહામંત્રી શિવપ્રકાશભાઈ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, કચ્છના સાંસદ તથા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા આવેલ ત્યારે બેટદ્વારકા મંદિરના ટ્રસ્ટી અને આર.એસ.એસ.ના પ્રખર એવા હેમભા વાઢેર દ્વારા વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી દ્વારકાધીશ મંદિરના પટાંગણમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હનુમાનજી મંદિરે હેમભા વાઢેર સાથે ખાસ મુલાકાત કરી હતી.