વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો

 

દ્વારકા : દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાતા તેમનો ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે.

વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ હુશેનાબાનુ અબાસ સંધાર વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે તેમની સામે એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ નૈતિક અધપતનના નોંધાયેલ ગુનામાં આરોપી તરીકે અટકાયતમાં કરવામાં આવી હોય અને ગુના સંબંધે કાર્યવાહી ચાલુ છે.

આથી, દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ હુશેનાબાનુ અબાસ સંઘારને સરપંચ તરીકેના હોદા પરથી મોકુફ કરવામાં આવેલ છે. જે અન્વયેના હુકમની બજવણી થઈ જતા વાડીનાર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચ હિનાબા વિજયસિંહ જાડેજાને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સોંપવામાં આવેલ છે.