જગતમંદિરમાં રાજાધિરાજના ચરણે સી. આર. પાટીલે શીશ ઝુકાવ્યું

 

ભાજપ પ્રદેશ પ્રમુખે માધવપુર વિવાદ સંદર્ભે મૌન સેવ્યું

દ્વારકા : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ગઈકાલે અચાનક જ જગતમંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. જો કે મંદિરે અચાનક દર્શને આવેલ સી. આર. પાટીલ કેમેરા સામે કાંઈ બોલ્યા ન હતા.

દેવભૂમિ દ્વારકા આવેલા સી. આર. પાટીલે ગઈકાલ સાંજે સાતેક વાગ્યે કાળિયા ઠાકોરને ચરણે શીશ ઝુકાવ્યું હતું. ત્યારે ભાજપ પ્રદેશના રઘુભાઈ હુંબલ અને દ્વારકા પાલિકા પ્રમુખ જ્યોતિબેન સમાની અને પૂરતા બંદોબસ્ત સાથે એસ.પી. અને પ્રાંત અધિકારી સાથે રહ્યા હતા.

થોડા સમય પહેલા પ્રમુખ સી. આર. પાટીલે માધુપુરા ખાતે એક કાર્યક્રમમાં કૃષ્ણ સાથે રૂક્ષ્મણી માતાને બદલે કૃષ્ણhb ભગવાનના બહેન સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી જ અનેક કૃષ્ણપ્રેમીઓ દ્વારા પાટીલ દ્વારકા આવી માફી માંગે તેવી માંગ થઈ રહી હતી. જે સોશ્યલ મીડિયામાં પણ હોટ ટોપિક બની હતી

ત્યારે મંદિરે માત્ર મિનિટોના જ સમયમાં દર્શન કરી લીધા બાદ સી. આર. પાટીલ પત્રકારો સમક્ષ કાંઈ બોલ્યા ન હતા અને કેમેરા સામે માત્ર એટલું જ બોલ્યા કે દર્શન કરવામાં કારણ ન હોય, કોઈ પોલિટિકલ મુદો હોય તો બરાબર છે. તેમ કહી ચાલતી પકડી હતી અને કેમેરા સામે અચાનક દર્શનનું કોઈ કારણ ન જણાવી ચાલતા થયા હતા.