જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામેથી પોલીસે હસમુખ નાથા પરમાર અને જયેશ ગોવિંદ જેપાર નામના બે શખ્સોને ગત રાત્રે વિદેશી દારૂની બે બોટલ સાથે મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, કુલ રૂપિયા 10,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની આ બાટલીઓ તેણે ભાણવડના કલ્યાણપુર ખાતે રહેતા કમલેશ જેતા ભારવાડીયા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા ભાણવડ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.