આરંભડામાં સામાન્ય બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો: મારી નાખવાની ધમકી

 

જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા જાલમભા પેથાભા કેર નામના 40 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સાથે બેસવા બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા કરસનભા અમરસંગ સુમણીયા નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારવા ઉપરાંત છરી વડે હુમલો કરી, પાંસળીમાં ફ્રેકચર કરતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે જાલમભા કેરની ફરિયાદ પરથી કરસનભા સુમણીયા સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.