દ્વારકાના બરડા ડુંગર નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

 

એક આરોપી સામે ગુનો નોંધાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના બરડા ડુંગર નજીક 3320 લીટર દેશી દારૂ સાથે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હતો. આ કેસમાં એક આરોપી સામે ગુનો નોંધાયો હતો.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના નવનીયુક્ત પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય એ દારૂ-જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે. એમ. ચાવડ એ એલ.સી.બી. સ્ટાફને સૂચના કરતા સ્ટાફ ભાણવડ પો.સ્ટે. વિસ્તારનાં બરડા ડુંગરમા પેટ્રોલીંગ કરતા હતા.

આ દરમ્યાન પોલીસને ચોકકસ બાતમી મળેલ કે બરડા ડુંગરના ધામણી નેશથી આગળ આવેલ સાંકરોજા તળાવની પાળની બાજુમાં ગે.કા. દારૂની ભઠ્ઠી ચાલુ છે. તેવી હકીકત આધારે આ સ્થળે રેઇડ કરી હતી. જેમાં ગે.કા. દારૂની ભઠ્ઠીમાં દેશી ઘર બનાવવાનો કાચો આથો 200 લીટરનાં 16 બેરેલ તેમજ 60 લીટરના 2 કેરબામાં આશરે 3320 લીટર કી.રૂ. 6640નો મળી આવ્યો હતો. આરોપી પોપટ સુમાભાઈ કોડીયાતર હાજર ન હોવાથી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન હેઠળનો ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહી એલ.સી.બી પો.ઇન્સ. જે.એમ.ચાવડાની સુચના મુજબ ASI કેશુભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, HC જીતુભાઇ હુણ, PC ગોવિંદભાઇ કરમુર, સચીનભાઈ નકુમ જોડાયા હતા.