ભાણવડ પોલીસ સ્ટેશન શી ટિમના ઇન્ચાર્જ દ્વારા રોજડા ગામમાં મહિલાઓમાં કાયદા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ

 

મહિલા બુટલેગરને દારૂની પ્રવૃત્તિ છોડી માલધારીની પ્રવૃત્તિ કરવા સમજાવાયાં

દ્વારકા : દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન શી ટિમના ઇન્ચાર્જ દ્વારા રોજડા ગામમાં મહિલાઓમાં કાયદા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમા ગામમાં રહેતી બુટલેગરને દારૂની પ્રવૃત્તિ છોડી માલધારીની પ્રવૃત્તિ કરવા માટે તેમજ ગામની મહિલાઓને મહિલાની સુરક્ષા અંગેના કાયદા માટે સમજાવવામાં આવ્યા છે.

ભાણવડ પોલીસ સ્ટેશન શી ટિમ (She Team)ના ઇન્ચાર્જ PSI આર. એ. નોયડા દ્વારા રોજડા ગામના રસ્તે નદીના કાંઠે રહેતા વિધવા પ્રોહીબિશન બુટલેગર પૂરીબેન ચાવડા (ઉ.વ. 40)ની મુલાકાત લઈ વિધવા સહાય યોજના બાબતે સમજ આપી જરૂરી ડોક્યુમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરેલ છે. તેમજ તેઓને પ્રોહીબિશનની પ્રવૃત્તિ બંધ કરી પોતાની માલધારીની પ્રવૃત્તિ કરવા સમજાવ્યા છે.

વધુમાં, ગામની મહિલાઓને ગુજરાત સરકાર દ્વારા અપાતી સુરક્ષા, સેવા વિષયક હેલ્પલાઇન નંબર 112, 181 અને પોલીસ હેલ્પલાઇન નંબર 100 વિશે માહિતી આપેલ છે. તેમજ વર્તમાન કાયદાઓમાં મહિલાઓને મળતું રક્ષણ અને સુરક્ષા વિશે માહિતી આપેલ છે.