ખંભાળિયા, મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા

જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર હાઈ-વે પર એક મંદિર પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર જી.જે. 10 સી.જે. 2384 નંબરના મોટરસાયકલ પર નીકળેલા લાલપુર તાલુકાના નવાગામ ખાતે રહેતા મેરુ વીરા લાલવાણી નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત દ્વારકા તાલુકાના ભીમરાણા વિસ્તારમાં રહેતા હાડા ડાયા ચાનપા નામના શખ્સને રૂપિયા 15,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં લાલસીંગપુર ગામ પાસેથી પોલીસે ઝડપી લીધો હતો.