મીઠાપુરમાં નકલી લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું

SOGએ નવ શખ્સોને ઝડપીને મીઠાપુર પોલીસને સોંપ્યા

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પંથકમાં બનાવટી લાયસન્સ સાથે 9 ઈસમો ઝડપાયા છે. એસ.ઓ.જી. પોલીસે મીઠાપુરના અલગ-અલગ વિસ્તારમાથી 9 ઈસમોને પકડી મીઠાપુર પોલીસને સોંપ્યા છે. દ્વારકામાં બનાવટી લાયસન્સ સાથે પકડાયેલા તમામ ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરાઇ છે.

મીઠાપુર વિસ્તારમાં નકલી લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. SOGએ નવ શખ્સોને ઝડપીને મીઠાપુર પોલીસને સોંપ્યા છે. મીઠાપુરનાં P.I. જી. આર. ગઢવી એ નવ શખ્સોનો કબ્જો લઈને તપાસ હાથ ધરી છે. આ શખ્સો સાથે જીલ્લા કે રાજયમાં કોણ-કોણ આ કૌભાંડમાં સામેલ છે અને આ કૌભાંડ કયારથી થઈ રહ્યુ છે અને કયાં સુધી વિસ્તરેલ છે, તેની વિગતો મેળવવા તહોમતદારોની પુછપરછ હાથ ધરાઈ છે.