દ્વારકા તાલુકામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડા ત્રણ મહિલાઓ સહિત દસ ઝડપાયા

જામ ખંભાળિયા : દ્વારકાના પી.ડબલ્યુ.ડી. કવા. નંબર 13 માં રહેતા નીતાબેન રાજેશભાઈ પરમાર નામના 50 વર્ષીય મહિલા દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્થળેથી દિલીપ જયંતિલાલ બથીયા, લલિત ભગવાનજીભાઈ બારાઈ અને દિલીપ ઘેલાભાઈ ચાનપા નામના કુલ ચાર વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 12,020 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકા પોલીસે જૂની નગરપાલિકા પાછળના ભાગે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મનોજ ઉર્ફે રાજ ખીમજીભાઈ ચાનપા, વિનુ ગોદળભાઈ માંગલીયા અને અજય રસિકભાઈ ત્રિવેદી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા 13,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય એક જુગાર દરોડામાં ઓખા મરીન પોલીસે બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાંથી તીનપત્તીનો જુગાર રમી રહેલા કુસલમબેન આમીનભાઈ ભીખલાણી, જમીબેન હાજીભાઈ ભીખલાણી અને ભીખુભાઈ ખમિસાભાઈ બોલિમ નામના કુલ ત્રણ પત્તાપ્રેમીઓને રૂપિયા 2,290 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.