ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતો જામ દેવરીયાનો યુવાન ઝડપાયો: એકની શોધખોળ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના ગેઈટ સામે એક દુકાન પાસેથી એક.સી.બી. પોલીસે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર આઈપીએલની ક્રિકેટ મેચમાં હારજીત પર મોબાઈલ ફોનમાં ઓનલાઈન પૈસાની લેતી-દેતી કરી અને જુગાર રમી-રમાડી રહેલા જામ દેવરીયા ગામના વિજય ઉર્ફે દુળી વેજાણંદ સુવા નામના 24 વર્ષના યુવાનને રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

આ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત શખ્સ 9413795196 મોબાઈલ નંબર ધરાવતા વિનીત મુંબઈ વાલા નામના શખ્સ પાસેથી આઈ.ડી. ખરીદ કરી, ક્રિકેટનો સટ્ટો ખેલતો હોવાનું કબૂલ્યું હતું. જેમાં પોલીસે જુદાજુદા શખ્સોના સટ્ટા રમતા સ્ક્રીનશોટ સહિતનો મુદામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.