દ્વારકાના દરિયામાં ઉછળકૂદ કરતી ડોલ્ફિન પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના દરિયામાં ઓખાથી બેટ જતાં પ્રવાસીઓ માટે ડોલ્ફિનનો અદભુત નજારો હજુ બરકરાર છે.

ભારતનું રાષ્ટ્રીય જલિય પશુ ગણાતી ડોલ્ફિન ઓખાથી બેટ જતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે અને રોમાંચિત કરે છે. હાલ પણ ડોલ્ફિનની ઉછળકૂદ ઓખાથી બેટ જતી વખતે અદભુત રીતે જોઈ શકાય છે.

ગુજરાતના દરિયાકિનારાની વાત કરીએ તો કદાચ ઓખાના દરિયામાં વધુમાં વધુ ડોલ્ફિન જોઈ શકાતી હશે એવો એક અંદાજ છે. ડોલ્ફિન એ ખુબ જ સમજદાર દરિયાઈ પ્રાણી છે અને તે સીટી જેવો અવાજ પસંદ પણ કરે છે. પ્રવાસીઓનો ચિચિયારીવાળો અવાજ સાંભળીને જવાબમાં પોતે ઉત્સાહિત થઈને પાણીમાં ઊંચે છલાંગ લગાવતી હોય એવું તેને જોતા લાગે છે.