મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં વર્લ્ડ નર્સિંગ ડેની ઉજવણી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં વર્લ્ડ નર્સિંગ ડેની ઉજવણી કરાઇ હતી.

ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે વિશ્વ નર્સ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીઠાપુર રોક ગાર્ડનમાં મીઠાપુરની ટાટા હોસ્પિટલનાં ડો. સંજીવ ભટનાગરનાં માર્ગદર્શન હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કેક કાપીને નર્સોને પ્રોત્સાહન આપવા માટે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

ખાસ કરીને આ નર્સોની જે કામગીરી એવી છે કે તેઓને ક્યારેય પણ સમયમર્યાદામાં રહીને તેમનું કાર્ય ના કરવાનું હોય અને તેમાં પણ છેલ્લા બે વર્ષોમાં આવેલા કોરોના મહામારીનાં સમયમાં તેઓની અભૂતપૂર્વ ભૂમિકા રહી હતી. આ ઉજવણીમાં મીઠાપુરની ટાટા કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ એન. કામથની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી અને તેઓ દ્વારા પણ નર્સોનાં કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.