ગુજરાત હિન્દુ સેના દ્વારા સરકારી દસ્તાવેજો માટે ડોકયુમેન્ટસ વિભાગની શરૂઆત

દ્વારકા : ગુજરાત હિન્દુ સેના દ્વારા લોકોના સરકારી દસ્તાવેજ પુરા પાડતા ડોકયુમેન્ટસ વિભાગની શરૂઆત કરવામાં આવી છે.

હાલના સમય મુજબ લોકોના અલગ અલગ સરકારી દસ્તાવેજો કોઈને કોઈ કારણોસર અધુરા હોય છે. જેમ કે કોઈના પાન કાર્ડમાં નામમાં ફેરફાર હોય, ગાડી ચલાવતા હોવા છતાં કોઈપણ લાયસન્સ ન હોય, બેંકમાં ટર્ન ઓવર કરતા હોવા છતાં પાન કાર્ડ ન હોય, દુકાન ચલાવતા હોય પરંતુ શોપ એકટ લાયસન્સ ન હોય, લગ્ન કરેલ હોય પણ પ્રમાણપત્ર ન હોય, વિદેશ જવું હોય પણ પાસપોર્ટ ન હોય. આવી અનેક સમસ્યાઓ હાલ હિન્દુ લોકોમાં જોવા મળતી હોય છે. ત્યારે હિન્દુ સેનાએ ગંભીરતાથી ચિંતન કર્યા બાદ લોકોના સરકારી દસ્તાવેજો પુરા પાડતા ડોકયુમેન્ટ્સ વિભાગની શરૂઆત કરી છે.

જેમાં (૧) પાન કાર્ડ (ર) ઈલેકશન કાર્ડ (૩) આધાર કાર્ડમાં સુધારા વધારા (૪) પાસપોર્ટ (૫) જી.એસ.ટી. રજીસ્ટ્રેશન, જી. એસ. ટી. રિટર્ન (૬) ઈન્કમટેક્ષ રિટર્ન (૭) પ્રોવિડન્ટ ફંડ (૮) દસ્તાવેજો (ભાડા કરાર, પાર્ટનર શીપ ડીડ વગેરે) (૯) ડિઝિટલ સિગ્નેચર (૧૦) શોપ એકટ લાયસન્સ (૧૧) ફુડ લાયસન્સ (૧૨) એકાઉન્ટીંગ (૧૩) ઈ–વે બિલ (૧૪) લગ્ન નોંધણી (૧૫) જન્મ મરણ દાખલો (૧૬) ડ્રાઈવીંગ લાયસન્સ (૧૭) અનેક યોજનાઓ તેમજ ઓનલાઈન થતા બધા કામો હિન્દુ સેના દ્વારા પુરા કરાવી આપવાની શરૂઆત કરી છે.

જે લોકોએ પોતાના અધુરા સરકારી દસ્તાવેજો કે ઓનલાઈનથી થતા કામો તેમજ અન્ય સરકારી કામો માટે હિન્દુ સેના ડોકયુમેન્ટ્સ વિભાગના જામનગર જીલ્લા ઈન્ચાર્જ મયુર ચંદન (મો.૮૮૬૬૨૨૪૫૬૭) નો સંપર્ક કરી દસ્તાવેજો પુરા કરવા હિન્દુ સેના મદદરૂપ બની શકશે. તેમ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની યાદીમાં જણાવાયું છે.