ઉત્તરપ્રદેશમાં યોજાનાર નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં દ્વારકાના વિદ્યાર્થીની પસંદગી

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આવેલી શારદાપીઠ કોલેજના વિદ્યાર્થીની ઉત્તરપ્રદેશમાં યોજાનાર નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં પસંદગી થયેલ છે.

ભારત સરકારના યુથ એફર્સ એન્ડ સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અન્વયે આગામી તારીખ 21થી 27 મે, 2022 દરમિયાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ડિગ્રી કોલેજ, ભાગવત, ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય એકતા શિબિર (નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય સેવા યોજના સાથે જોડાયેલ જુદા-જુદા રાજ્યોને રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

જે અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી 10 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવેલ છે. તેમાં દ્વારકાની શારદાપીઠ કોલેજ એન.એસ.એસ વિભાગમાંથી ખાણધર જીતેન્દ્ર મનસુખભાઈની પસંદગી થયેલ છે. તેઓ શિબિર દરમિયાન જુદી-જુદી સ્પર્ધાઓ તથા ગુજરાતની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરનાર છે તો તેમને શારદાપીઠ કોલેજ પરિવાર અને શારદાપીઠના દંડીસ્વામીએ આશીર્વાદ પાઠવેલ છે .