ખંભાળિયામાં સગર્ભા માતા તથા ગર્ભસ્થ શિશુ માટે નિઃશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજાયો

ડોકટર સેલ દ્વારા સફળ આયોજન

જામ ખંભાળિયા : ખંભાળિયા ખાતે તાજેતરમાં ડોક્ટર સેલના ઉપક્રમે સગર્ભા મહિલાઓ તથા ગર્ભસ્થ શિશુઓ માટે સોનોગ્રાફી કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સ્વસ્થ ભારત” અને “સુપોષણ” અભિયાન અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સેલના કન્વીનર ડો. અમિતભાઈ નકુમ અને સહ કન્વીનર ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠાના આયોજન સાથે પ્રદેશ મહિલા મોરચાના આ કાર્યક્રમના ઇન્ચાર્જ મનીષાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દ્વારકા તથા ખંભાળિયામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા કાર્યમાં સેવા આપનાર ખંભાળિયાની શુભમ હોસ્પિટલના ડો. અર્નિશ હિંગોળા , ક્રિશા હોસ્પિટલના ડૉ. ભરત ગઢવી, શ્રીજી હોસ્પિટલના ચંદ્રકાન્ત જાદવ , યશોદા હોસ્પિટલના ડો.. જયેશભાઈ આંબલિયા, પટેલ હોસ્પિટલના ડો. શાલીનભાઈ પટેલ અને દ્વારકાની દીપ હોસ્પિટલના ડો. શીંગ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા મંત્રી બલુભાઈ, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણઝારિયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, પાલિકા સભ્ય રેખાબેન ખેતીયા, રેખાબેન જિલકા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા પ્રમુખ કુંદનબેન આરંભડિયા, મહામંત્રી ગીતાબેન માંગલિયા, દક્ષાબેન રાઠોડ, ઉપ્રમુખ નિમિષાબેન નકુમ, મંત્રી અરુણાબેન પટેલ, રેખાબેન મકવાણા, શહેર મહિલા પ્રમુખ મિતાબેન લાલ, મહામંત્રી મેઘાબેન વ્યાસ, મંત્રી પૂનમબેન, શારદાબેન, તાલુકા મહિલા મહામંત્રી ગીતાબા ચુડાસમા, સાથે કલ્યાણપુર, રાવલ વિગેરે ગામના મહિલા આગેવાનો- કાર્યકરો આ આયોજનમાં જોડાયા હતા. આ તમામ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં 175 જેટલા સગર્ભા બહેનોએ ફ્રી સોનોગ્રાફી સેવાનો લાભ લીધો હતો.

તમામ ગાયનેક ડૉક્ટરને મહિલા મોરચા દ્વારા સન્માન પત્ર આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર સેલ અને મહિલા મોરચા તથા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તમામ તબીબોનો આભાર વ્યક્ત કરાયો હતો.