ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા દ્વારકાના વડીલને એવોર્ડ અર્પણ

દ્વારકા : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા દ્વારકાના અશ્વિન ગોકાણીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદમાં ગત તારીખ 16/05/2022 ના રોજ તેમની એન્યુઅલ જનરલ મિટિંગ પ્રેસિડન્ટ ગુજરાત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અધ્યક્ષસ્થાને મળેલી હતી. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા તથા તાલુકા શાળાના પ્રતિનિધિઓ હોદ્દેદારો, દાતાઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ અને શાખાને એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. તે પૈકી દ્વારકા શાળાના કાર્યક્રમ સેક્રેટરી અશ્વિનભાઈ સી. ગોકાણીને તેમની આરોગ્યલક્ષી સેવા અને માનવતાવાદી સેવાની પ્રવૃત્તિઓ બદલ સ્પેશિયલ એવોર્ડ ગવર્નર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતો. તે બદલ તેમને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.