ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં સુબોધિનીજી સત્સંગ સત્રનું સુંદર આયોજન સુપેરે સંપન્ન

યમુના સત્સંગ મંડળ આયોજિત કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો

જામ ખંભાળિયા : ખંભાળિયાના યમુના સત્સંગ મંડળના નેજા હેઠળ તાજેતરમાં અહીંની સુવિખ્યાત મહાપ્રભુજીની બેઠકના વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ સુબોધિનીજી સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા વક્તા પ્રહલાદભાઈ જેન્તીભાઈ ભોગાયતાના વ્યાસાસને યોજવામાં આવેલી સુબોધિનીજીનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વૈષ્ણવો, ભાઈઓ-બહેનોએ લીધો હતો.

ખંભાળિયાની વિશ્વવિખ્યાત 57 મી બેઠકજી ખાતે એક સપ્તાહ સુધી યોજવામાં આવેલા સુબોધિનીજી સત્સંગ કાર્યક્રમમાં શ્રોતાઓ- ભાવિકો રસ તરબોળ થયા હતા. આ સુબોધિનીજી જ્ઞાનયજ્ઞમાં બેઠકજીના અધિકારી રાજુભાઈ શર્મા, મુખ્યાજી રોહિતભાઈ, મયંકભાઈ તેમજ સી.આર. દવેએ સાથ-સહકાર સાથે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત યમુના સત્સંગ મંડળમાંથી હીનાબેન જયસુખભાઈ સોનૈયા તથા વૈષ્ણવ બહેનો જોડાયા હતા. જેઓએ સાથ-સહકાર આપી આ સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.

આ ધર્મમય આયોજન માટે યમુના સત્સંગ મંડળને સાથ આપનારા જયસુખભાઈ પીંડારાવારા, વિનુભાઈ બરછા (ઘી વાળા), સુરેશભાઈ લાલ, અને જીતુભાઈ સાયાણીની જહેમત પ્રસંશનીય બની રહી હતી. એક સપ્તાહ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ ધાર્મિક આયોજનમાં અહીંના અગ્રણીઓ સર્વ મનુભાઈ ખગ્રામ, કમલેશભાઈ વિઠલાણી, રમેશભાઈ લાલ, ભરતભાઈ મોટાણી, મનુભાઈ મોટાણી, કિશોરભાઈ, અશોકભાઈ ભાયાણી, હિતેશભાઈ પંચમતિયા, નીરૂબેન બદીયાણી, વિગેરેએ સાથ સહકાર આપ્યો હતો.

સલાયા લોહાણા મહાજન વતી ભરતભાઈ લાલ તેમજ લાલજીભાઈ ભુવા વિગેરે જોડાયા હતા. આ ઉપરાંત પત્રકાર રમણીકભાઈ રાડીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, નિલેશભાઈ કાનાણી, મોહનભાઈ બારાઈની ઉપસ્થિતિ પ્રેરણારૂપ બની રહી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ યમુના સત્સંગ મંડળ વતી હિનાબેન અને જયસુખભાઈ સોનૈયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.