ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઇ જતાં મોજપના યુવાનનું કરૂણ મૃત્યુ

જામ ખંભાળિયા : મીઠાપુરથી આશરે 8 કિલોમીટર દૂર મોજપ ગામ પાસેની ગોલાઈમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા જી.જે. 36 એફ. 2038 નંબરના ટ્રેક્ટરના ચાલક સવાભા ભીખનભા કુંભાણી (રહે. મોજપ) નામના ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રેકટરમાં જઇ રહેલા ગભુભા ધનાભા કુંભાણી નામનો યુવાન ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડ્યો હતો. જેના કારણે ટ્રેકટરનું તોતિંગ વ્હીલ ગગુભા કુંભાણીના શરીર ઉપરથી ફરી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભાઈ નાગેશભા ધનાભા (ઉ.વ. 42, રહે. મોજપ) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સવાભા ભીખનભા કુંભાણી સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.