ખંભાળિયામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા વિપ્ર યુવાનની અટકાયત: અન્ય એકની શોધખોળ

જામ ખંભાળિયા : ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા અને એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતા કિશન ભાસ્કરભાઈ ભટ્ટ નામના 26 વર્ષીય યુવાનને લાલપુર ચોકડી વિસ્તારમાંથી પોલીસે આઈ.પી.એલ.ના ક્રિકેટ મેચ પર રનફેર, વિકેટ અને ઓવર પર ઓનલાઈન પૈસાની લેતી-દેતી કરી અને સટ્ટો ખેલતા ઝડપી લઇ, તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ 45,940 નો મુદ્દામાલ કબજે લીધો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સટ્ટાના સ્ક્રીનશોટ પણ પુરાવા તરીકે કબજે કર્યા છે.

ઝડપાયેલા કિશન દ્વારા ખંભાળિયાના 7984761515 મોબાઈલ નંબર ધરાવતા ગૌરાંગ મજીઠીયા નામના શખ્સ પાસેથી આઈ.ડી. ખરીદ કર્યાનું ખુલતા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી, કિશન ભટ્ટની અટકાયત કરી, ગૌરાંગ મજીઠીયાને હાલ ફરારી જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.