ભાણવડ અને ઓખામાં પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

જામ ખંભાળિયા : ઓખામાં પોર્ટ કોલોની ખાતે રહેતા રાકેશ રજનીકાંત ચૌધરી નામના 39 વર્ષના યુવાનને પોલીસે બસ સ્ટેશન રોડ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 30 હજારની કિંમતના યામાહા મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. જ્યારે ભાણવડ નજીકના ભવનેશ્વર ગામના પાટિયા પાસેથી પોલીસે પોરબંદર તાલુકાના પારાવાડ વિસ્તારમાં રહેતા કાના વલ્લભ કેશરિયા નામના 29 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતાં ઝડપી લઈ, એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.